Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઈતિહાસ રચવા ટીમ ઈન્ડિયાએ આકરી મહેનત કરવી પડશે

વિદેશની ધરતી ઉપર ભારતીય ટીમ છેલ્લા ૧૨ વર્ષથી ન્યુઝીલેન્ડને હરાવી શકયું નથીઃ સાઉથમ્પટનના મેદાનનો રેકોર્ડ પણ

સાઉથમ્પટનઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૮જુનથી સાઉથમ્પટનના રોસ વાઉસ સ્ટેડીયમ ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મુકાબલાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે ચેમ્પિયન બનવા ટીમ ઈન્ડિયા માટે આસાન નહી હોય.

 ભારતની ટીમનો ઈંગ્લેન્ડની ધરતી ઉપર રેકોર્ડ સારો નથી. તો ઘર આંગણા સિવાય ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ વિદેશમાં ૧૨વર્ષથી ટેસ્ટ જીતી શકયું નથી.ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને ૨૦૦૯માં હેમિલ્ટન ટેસ્ટમાં ૨૦૦૯માં હરાવ્યું હતું. વિરાટસેનાએ ઈતિહાસ રચવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.

જયાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ મુકાબલો રમાનાર છે તે સાઉથમ્પટનના રોસ બાઉલ સ્ટેડીયમ ખાતે પણ ભારતનો રેકોર્ડ સારો નથી. અહીં ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ ભારત રમ્યા હતા. બન્નેમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય ટીમ આ મેદાનમાં હારની હેટ્રીકનો સિલસિલો બંધ કરી શકશે?

(4:07 pm IST)