Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

1948માં આઝાદ ભારતની ટીમે બ્રિટનને હરાવીને પ્રથમ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતોઃ અનુભવ વગરની ટીમ ઓલિમ્‍પિકના મેદાનમાં ઉતરી અને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કર્યુ

અમદાવાદઃ 1936 બર્લિન ઓલિમ્પિક પછી 1940 અને 1944ના ઓલિમ્પિક ગેમ્સ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ 1948માં ઓલિમ્પિક ગેમ્સ લંડનમાં યોજાઈ હતી. આ ઓલિમ્પિક ભારત માટે ખાસ હતો. ભારતને 1947માં અંગ્રેજોના 200 વર્ષના રાજથી આઝાદી મળી હતી. આઝાદી પછી ભારતે પ્રથમવાર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભારતીય હોકી ટીમે આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે, ભારતીયો માટે આ મેડલ ખાસ હતો. કેમ કે ભારતીય ટીમે ફાઈનલમાં બ્રિટેનને માત આપી હતી.

ગોલ્ડની સાથે-સાથે આ ઓલિમ્પિકે ભારતીય હોકી ટીમને બલ્બીર સિંબ દોસાંજ જેવા મોટા ખેલાડી આપ્યા. જેના કારણે ભારતીય હોકી ટીમની બોલ બાલા થઈ. 1936થી 1948માં ભારતની ટીમમાં મોટા બદલાવ આવ્યા હતા. મોટા ભાગના એંગ્લો ઈન્ડિયન્સ અને મુસ્લિમો ભારતમાંથી નીકળી ચુક્યા હતા. એવામાં 1948ની ભારતીય હોકી ટીમમાં કોઈ પણ એવો ખેલાડી હાજર નહતો જે અગાઉ ઓલિમ્પિક રમી ચુક્યો હોય.

અનુભવહીન ટીમ 1948ના લંડન ઓલિમ્પિકમાં ઉતરી હતી:

1936ની ઓલિમ્પિકની ટીમના કોઈ પણ ખેલાડી દેશમાં હાજર ન હતા. ભારતની નવી ટીમ અનુભવહીન હતી. ટીમમાં એકતા લાવવા માટે ઈન્ડિયન ફેડરેશન ઓફ હોકીના ચીફ નવલ ટાટાએ ટીમને વધુ પ્રેક્ટિસ મેચ રમવાની સલાહ આપી અને સાથે જ બોમ્બેમાં કેમ્પમાં જોડાવવા માટે પણ સલાહ આપી હતી. જેના કારણે ભારત અન્ય ટીમો કરતા લંડવ થોડી મોડી પહોંચી હતી. ટાટાએ શિપને ટૂંકા રસ્તાથી લંડન પહોંચાડી હતી અને એ પણ પોતાના ખર્ચે. આ ટીમના કેપ્ટન તરીકે કિશન લાલની પસંદગી થઈ હતી. આ અનુભવહીન ટીમ દેશવાસીઓ અને ફેડરેશનની આશા કરતા વધુ સારું રમી અને ભારતીયોના ચહેરા પર સ્મિત લાવી.

ભારતીય ટીમ પુરી ટૂર્નામેન્ટમાં રહી અપરાજિત:

ભારતીય ટીમ 1948 ઓલિમ્પિકમાં 5 મેચ રમી હતી અને તમામ મેચો જીતી હતી. ભારતે તમામ મેચોમાં કુલ 25 ગોલ સ્કોર કર્યા હતા અને માત્ર 2 ગોલ આપ્યા હતા. પ્રથમ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 8-0થી કચડી નાખી હતી. ત્યારબાદ, ભારતીય ટીમે અર્જન્ટિનાને 9-1થી હરાવ્યું હતું. ભારતે અંતિમ લીગ મેચમાં સ્પેનને 2-0થી માત આપી હતી. સેમીફાઈનલમાં ભારતીય ટીમે હોલેન્ડ સામે રમી હતી. જેમાં, ભારતે 2-1થી જીત મેળવી ફાઈનલમાં પવ્રેશ મેળવ્યો હતો. 

બ્રિટેનની સામે ભારત રમ્યું ફાઈનલ મેચ:

ફાઈનલની તારીખ હતી 12 ઓગસ્ટ અને તેના આગલા વર્ષે 15 ઓગસ્ટના દિવસે દેશ આઝાદ થયું હતું. ભારત સામે ફાઈનલમાં એ દેશ હતું જે દેશએ ભારતમાં 200 વર્ષ રાજ કર્યું હતું. એ દેશ હતું બ્રિટેન. ભારતે 200 વર્ષના રાજનો પુરે પુરો બદલો લીધો હતો અને બ્રિટેનની ટીમને કચડીને ભારતના નામે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ફાઈનલમાં બલ્બીરે 2 ગોલ ફટકાર્યા હતા. જ્યારે, જેનસન અને ત્રિલોચને 1-1 ગોલ સ્કોર કર્યો હતો. આઝાદ ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ હતો.

(4:53 pm IST)