Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં મોટો ફેરફાર : વનડે અડધી કલાક અને ટી-20 મેચ એક કલાક મોડો શરુ થશે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસમાં એક પછી એક ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકાની ટીમના બે સભ્યો ઇંગ્લેંડથી પાછા ફર્યા હતા અને તે બંને કોરોના સંક્રમિત થતા ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઇથી શરૂ થયેલી શ્રેણીને 18 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમય પણ બદલાયો છે.ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે અને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે યજમાન દેશના બોર્ડે પણ એક નવો સમય જાહેર કર્યો છે.

શ્રીલંકા ક્રિકેટએ જાહેરાત કરી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે 2:30 ની જગ્યાએ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થવાની હતી.

(8:27 pm IST)