Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુડોમાં તુલીકા માનને સિલ્‍વર, સ્‍ક્રવોશમાં સૌરવ ઘોષાલને બ્રોન્‍ઝ

વેઇટલિફટિંગમાં લવપ્રીતે પણ બ્રોન્‍ઝ મેડલ જીત્‍યોઃ બેડમિંટનમાં મિકસ ટીમ ઇવેન્‍ટમાં પણ બ્રોન્‍ઝ

બર્મિંગહામઃ  બર્મિંગહામ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં ભારતની તુલીકામાને જુડોમાં સિલ્‍વર મેડલ જીતી લીધો હતો. તેણે મહિલાઓની ૭૮ કિગ્રા વજનવર્ગની ઇવેન્‍ટમાં શાનદાર દેખાવ કરતા ફાઇનલ સુધીની સફર ખેડી હતી. જોકે ફાઇનલમાં તેનો સ્‍ક્રોટલેન્‍ડન સારાહ એડલિંગટ્રન સામે તેનો પરાજય થયો હતો. આ સાથે તેને સિલ્‍વરથી સંતોષ માનવો પડયો હતો.

ભારતની મિકસ બેલમિંટન ટીમ પણ ફાઇનલમાં મલેશિયા સામે હારતા સિલ્‍વર જીતી હતી. ભારતે મિકસ બેડર્મિંટન ટીમ પણ ફાઇનલમાં મલેશિયા સામે હારતા સિલ્‍વર જીતી હતી. ભારતે ૨૦૧૮ની ગેમ્‍સમાં મલેશિયાને ફાઇનલમાં હરાવીને ગોલ્‍ડ જીત્‍યો હતો.  ભારતના સૌરવ ઘોષાલેસ્‍ક્‍વોશમાં અને લવપ્રીત સિંઘે વેઇટલિફંિંટંગમાં ૧૦૯ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યા હતા.

(3:24 pm IST)