Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કેટલાક લોકોએ માની લીધેલું કે હું ભારતીય મૂળનો છું: રોસ ટેલર

નિવૃત કિવી ક્રિકેટરનો આત્‍મકથાઓનાં ઘટસ્‍ફોટઃ ન્‍યુઝીલેન્‍ડની ક્રિકેટમાં હું રંગભેદ અને જાતિવાદનો શિકાર થયેલો

નવી દિલ્‍હીઃ ન્‍યુઝીલેન્‍ડના નિવૃત ક્રિકેટર રોસ ટેલરે આત્‍મકથામાં સનસનાટીભરી જાહેરાતમાં ન્‍યુઝીલેન્‍ડમાં વ્‍યાપક પ્રમાણમાં ફેલાયેલા રંગભેદ અને જાતીયતાના દૂષણની વાત કરી છે.

કિવી ક્રિકેટ-લેજન્‍ડે રોસ ટેલર બ્‍લેક અને વાઇટ ટાઇટલવાળી ઓટોબાયોગ્રાફીમાં લખ્‍યું છે કે ન્‍યુઝીલેન્‍ડ ક્રિકેટ વાઇટ સ્‍પોર્ટ તરીકે ઓળખાય અને મે પોતે ડ્રેસિંગરૂમમાં જાતિવાદ અનુભવ્‍યો હતો. મજાકના રૂપમાં મારા વિશે જાતિવાદલક્ષી કમેન્‍ટ્‍સ થતી હતી. મારી ગણના જાણે વૅનિલા લાઇન-અપમાં બ્રાઉન ફેસ તરીકે થતી હતી લોકો અને સાથીઓ મને અલગ રીતે સંબોધિત કરતા હતા. કરીઅરમાં મોટા ભાગના સમયમાં હું જાતિવાદરૂપી વિષમતાનો શિકાર થતો રહ્યો હતો.

(3:52 pm IST)