Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઓસ્‍ટ્રેલિયાના તમામ ક્રિકેટરોએ શ્રીલંકામાં ૨૫ લાખનું દાન કર્યુ

અસરગ્રસ્‍ત બાળકો અને પરિવારોના લાભાર્થે

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાની મેન્‍સ ક્રિકેટ ટીમે જણાવ્‍યું હતું કે તાજેતરમાં તેમણે તમામ ત્રણેય ફોર્મેટની સિરીઝ રમવા શ્રીલંકાનો જે પ્રવાસ કર્યો હતો એમાંથી ઊપજેલી ઇનામી રકમ આર્થિક અને રાજકીય કટોકટીની અસર પામેલા શ્રીલંકાના અસરગ્રસ્‍ત બાળકો અને પરિવારોના લાભાર્થે દાનમાં આપી લીધી છે.

ટેસ્‍ટ કેપ્‍ટન પેટ કમિન્‍સ યુનિસેફ ઓસ્‍ટેલિયાનો એમ્‍બેસેડર છે. તેણે તેમ જ લિમિટેડ ઓવર્સની શ્રેણી માટેની ટીમના સુકાની એરોન ફિન્‍ચ  સહિતના ઓસ્‍ટે્રલિયન ખેલાડીઓએ કુલ ૪૫૦૦૦ ઓસ્‍ટ્રેલિયન ડોલર (અંદાજે પચીસ લાખ રૂપિયા) ડોનેટ કર્યા છે.

(3:54 pm IST)