Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભારત સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ જાહેર

મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને જેમ્સ પેન્ટિસનને સામેલ કરાયા: મેથ્યૂ વેડ અને કેમરોન ગ્રિનને પણ તક

મુંબઈ : ભારત સામે કેહર ટેસ્ટ મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં ફાસ્ટ બોલિંગમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને જેમ્સ પેન્ટિસનને સામેલ કરવામાં આવ્યા છે. સ્પિન બોલિંગમાં નાથન લિયોનની સાથે મિશેલ સ્વેપસનને સામેલ કરવામાં આવ્યો છે. મેથ્યૂ વેડ અને કેમરોન ગ્રિનને પણ તક આપવામાં આવી છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી સિડનીમાં વન ડે મુકાબલાથી થશે. ચાર ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. જ્યારે મેલબોર્નમાં બોક્સિંગ ટેસ્ટમાં બન્ને ટીમ ટકરાશે. તે બાદ સિડની અને બ્રિસબેનમાં બે ટેસ્ટ મેચ રમાશે.

ટેસ્ટ સિરીઝ પહેલા ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમાશે. વન ડે 27,29 અને 2 ડિસેમ્બરે રમાશએ. ટી-20 4,6 અને 8 ડિસેમ્બરે રમાશે. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ: ટિમ પેન (કેપ્ટન), ડેવિડ વોર્નર, જો બર્ન્સ, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, કેમરોન ગ્રિન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઇકલ નેસેર, જેમ્સ પેન્ટિસન, વિલ પુકોવસ્કી, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યૂ વેડ, સીન એબોટ

(12:43 pm IST)