Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અનુષ્‍કા શર્માએ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર સ્‍ટોરી શેર કરીઃ વિરાટ કોહલી માટી ચોંટેલા શુઝ સાફ કરતા જોવા મળ્‍યોઃ સોશ્‍યલ મીડિયા ઉપર ફોટો ભારે વાયરલ

નવી દિલ્હી: આઇપીએલ 2020માં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલીને દુબઇ સ્પોટ કરતી જોવા મળી હતી. અનુષ્કા લગભગ દરેક મેચમાં આરસીબી માટે ચીયર કર્યું. આ દરમિયાન અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા અને આ તસવીરોએ ઇન્ટરનેટ પર ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી.

તાજેતરમાં જ અનુષ્કા શર્માએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં એક્ટ્રેસએ વિરાટ કોહલીના ફોટા અપલોડ કર્યા છે અને આ ફોટામાં આ દરમિયાન કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાઇ છે. આ ફોટામાં વિરાટ કોહલી પોતાની માટી ચોંટેલા સ્પાઇક્સને સાફ કરતાં જોવા મળી રહ્યા છે. ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

અનુષ્કા શર્મા એ આ સ્ટોરીને પોસ્ટ કરતાં કેપ્શન લખી 'ટૂર પહેલાં પતિને લગન સાથે તેમના માટી ભરેલા જૂતાને સાફ કરતાં પકડ્યા.' તમને જણાવી દઇએ કે તાજેતરમાં વિરાટ કોહલીના 32મા જન્મદિવસ પર આ જોડીએ સાથે સેલિબ્રેટ કર્યું હતું.

તમને જણાવી દઇએ કે વિરાટ અને અનુષ્કા માતા પિતા બનવાના હતા અને તેના લીધે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એક ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરશે.

(4:51 pm IST)