Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બોલીંગ કોચ પારસ મહામ્બ્રે, દિલીપને ફિલ્ડીંગ કોચની જવાબદારી

વિક્રમ રાઠોડ ઉપર વિશ્વાસ બેટીંગ કોચ તરીકે ચાલુ રહેશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ નવા કોચિંગ સ્ટાફના નામોની જાહેરાત કરી છે.  નવા બોલિંગ કોચ તરીકે પારસ મ્હામ્બરેની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ટી દિલીપને ફિલ્ડિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે.  બોર્ડે ફરી એકવાર વિક્રમ રાઠોડ પર વિશ્વાસ વ્યકત કર્યો છે અને તે બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે.  આ તમામ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હેઠળ કામ કરશે.

  દિલીપ હૈદરાબાદના ફિલ્ડિંગ કોચ છે.  આ પહેલા તે જુલાઈમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે પણ ગયો હતો.  ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ હૈદરાબાદના હતા.  તે જ સમયે, બોલિંગ કોચ તરીકે મ્હામ્બ્રેની નિમણૂક નિિ?ત માનવામાં આવી હતી, કારણ કે તે અગાઉ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં દ્રવિડ સાથે કામ કરી ચૂક્યો છે. મ્હામ્બરે મુંબઈના છે.

   ત્રણેય જલ્દી જ જયપુર જવા રવાના થશે, જ્યાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ટી૨૦ સીરીઝની -થમ મેચ રમવાની છે.  -થમ મેચ ૧૭ નવેમ્બરે જયપુરમાં રમાશે.  આ પછી ૨૫ નવેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.

(3:58 pm IST)