Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજસ્‍થાન રોયલ્‍સ ટીમ તરફથી ભાવનગરના ચેતન સાકરીયા આઇપીએલની પ્રથમ મેચ રમ્‍યોઃ પ્રથમ ઓવરમાં બોલીંગ પણ કરી

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ચોથી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ આમને સામને છે. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન તરફથી ચાર ખેલાડીઓએ પોતાનું પર્દાપણ કર્યુ છે. જેમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. અનેક સંઘર્ષો બાદ ચેતન સાકરિયા અહીં પહોંચ્યો છે. આજે વિશ્વની સૌથી મોટી લીગમાં રમવાનું તેનું સપનું પણ પૂરુ થયું છે. ચેતન સાકરિયાએ પ્રથમ ઓવરમાં બોલિંગ પણ કરી છે.

કોણ છે ચેતન સાકરિયા

ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે.

સરળ ન હતી સફર

આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. 2 વર્ષ પહેલા, તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. 5 વર્ષ પહેલા તેની પાસે ટીવી ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જોતો હતો.

RCB ની સાથે UAE ગયો હતો

આઈપીએલ 2020માં ચેતન સાકરીયા આરસીબી સાથે યુએઈ ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ અને માઇક હેસનને પોતાના મુરીદ બનાવ્યા હતા.

(4:45 pm IST)