Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના સામેની લડતમાં ભારતને મદદ કરો

બોર્ડર, સ્મિથ, કમિન્સ, બ્રેટલી સહિત ઓસ્ટ્રેલીયાના ૧૩ ક્રિકેટરોએ કહ્યું આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ એક થવું પડશે

નવી દિલ્હીઃ ડઝનએક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ભારતને કોરોના સામેની લડતમાં મદદ કરવા અપીલ કરી છે. સંખ્યાબંધ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દ્વારા ટ્વિટર પર એક મિનિટની વીડિયો પોસ્ટમાં, (એલન બોર્ડર સહિતના ઘણા ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ) કહ્યું હતું કે ભારતની પરિસ્થિતિ હૃદયદ્રાવક છે અને આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ એક થવું પડશે.

૧૩ જેટલા ઓસ્ટ્રેલિયાના પુરૂષો અને મહિલા ક્રિકેટરો કોરોના સામેની લડતમાં ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તેમના દેશના લોકોને યુનિસેફ દ્વારા ઓસ્ટ્રેલિયામાં દાન આપવા અપીલ કરી છે.

એલન બોર્ડર ઉપરાંત પેટ કમિન્સ, બ્રેટ લી, એલેકસ બ્લેકવેલ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુચેન, એલિસ પેરી, એલિસા હેલી, મેગ લેનિંગ અને રશેલ હેનેસ છે. આ  ક્રિકેટરોએ કહ્યું કે, ભારતમાં દર સેકંડે કોરોનાના ચાર નવા કેસ સામે આવી રહ્યા છે.  ત્યાં પૂરતો ઓકિસજન નથી.  આ રોગચાળોનો આ સૌથી મુશ્કેલ સમય ભારત માટે છે.

(12:49 pm IST)