Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન નો ખિતાબ જીતી લીધો

જોકોવિચે ફાઇનલમાં સ્ટેફાનોસ સિતસિપાસને હરાવ્યો :તેની કારકિર્દીનો 19 મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો

મુંબઈ : વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2021 નો ખિતાબ જીત્યો છે. જોકોવિચે ફાઇનલમાં સ્ટેફાનોસ સિતસિપાસને હરાવી તેની કારકિર્દીનો 19 મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો. આ મેચ જીતવા માટે જોકોવિચે ખૂબ જ પરસેવો પાડવો પડ્યો. જોકે, બે સેટ ગુમાવ્યા હોવા છતાં, જોકોવિચે મેચ જીતવા માટે જબરદસ્ત વાપસી કરી હતી.જોકોવિચે સેમિફાઇનલ મેચમાં રાફેલ નડાલને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

જોકોવિચે પાંચ સેટની લાંબી મેચમાં સિતસિપાસને 6–7, ૨–6, -3–3, 6-૨, -4–4થી પરાજિત કર્યો. સિતસિપાસે અંતિમ મેચમાં જોકોવિચને જોરદાર લડત આપી અને મેચની અંતિમ ક્ષણો સુધી રોમાંચક બનાવી હતી.

સિતપાસ મેચની શરૂઆતમાં જોકોવિચ પર ભારે પડ્યો હતો જાેરદાર રાઉન્ડ રમ્યાં હતા અને તેણે પ્રથમ બે સેટ જીત્યા હતા જો કે બાદમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત જોકોવિચે તેની સહનશક્તિ બતાવી અને ખિતાબ મેળવવા માટે આગળના ત્રણ સેટ જીત્યા. જોકોવિચની આ 19 મી ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો અને તે હવે રોજર ફેડરર અને રાફેલ નડાલના 20 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે.

(12:02 am IST)