Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રોનાલ્‍ડો સામેનો બળાત્‍કારનો કેસ અદાલતે ફગાવી દીધો

નવી દિલ્‍હીઃ ૨૦૦૯ની સાલમાં લાસ વેગસમાં પોટુર્ગલના ફુટબોલર ક્રિસ્‍ટિયાનો  રોનાલ્‍ડોએ બળાત્‍કાર કર્યો હોવાનો દાવો કરનાર કેથરીન મેયાર્ગા નામની નેવાડાની મોડલે લાખો ડોલરની માગણી કરતો વળતરનો જે કેસ કર્યો હતો એને લાસ વેગસની ડિસ્‍ટ્રિકટ કોર્ટ ફગાવી દીધો છે. કેથરીનને હશ મની (પ્રારંભિક રકમ) તરીકે ૩,૭૫,૦૦૦ ડોલર મળ્‍યા હતા, પણ તેણે બીજા લાખો ડોલર આ ઘટના પછી પોતાને થયેલા માનસિક ત્રાસ બદલ માગ્‍યા હતા.

જોકે કેથરીન વતી કેસ લડનાર વકીલ લેસ્‍લી સ્‍ટોવોલે રોનાલ્‍ડો અને તેના વકીલ વચ્‍ચેની ચર્ચાની લેખિત વિગતો ચોરી લીધા પછી એને લીક કરી એ બદલ અદાલતે લેસ્‍લીએ આખો કેસ બગાડી નાખ્‍યો હોવાનું કહીને કેથરીનનો દાવો ફગાવી દીધો હતો.

(2:46 pm IST)