Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વિન્‍ડીઝના વિકેટકીપર પૂરને કરી કમાલ : ૪ વિકેટ ખેરવી પાકિસ્‍તાનના બોલરોને ઘુંટણીયે લાવી દીધા

નવી દિલ્‍હીઃ વેસ્‍ટ ઇન્‍ડીઝની ટીમને વિકેટકીપિંગ અને બેટિંગમાં મોટા ભાગની મેચોમાં ખૂબ મદદરૂપ થતો હોય છે, પરંતુ ગઇ કાલે તેણે ભૂમિકા બદલી હતી અને બોલિંગ કરી હતી, જેમાં તેણે ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.

ત્રીજી વન-ડે માં પાકિસ્‍તાનને ૯ વિકેટે ૨૬૯ રન સુધી સીમિત રખાવવામાં પૂરનના ઓફ- સ્‍પિનની કમાલ હતી. તેણે ઓપનર ફખર ઝમાન તેમજ ઇમામ-ઉલ- હક, રિઝવાન અને હેરીસની વિકેટ લીધી હતી. વેસ્‍ટ ઇન્‍ડીઝ વતી શાઇ હોપે વિકેટકીપિંગ કરી હતી.

(2:46 pm IST)