Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ક્રિકેટની દુનિયાના બે લેજન્‍ડસની મુલાકાત

નવી દિલ્‍હીઃ બિશનસિંહ બેદીની તબિયત એક સ્‍ટ્રોકને કારણે થોડા દિવસથી સારી નથી રહેતી.  જોકે તેમના કેટલાક મિત્રો કહે છે કે બેદીસાહેબની તબિયત હવે સુધારા પર છે.  દ્રવિડને આ વાતની જાણ થઇ એટલે તે ‘‘સરદાર ઓડ  સ્‍પિન'' ને મળવા તેમના નિવાસ સ્‍થાને પહોચી ગયો અને તેમની સાથે ઘણી વાતો કરી હતી.

બેદીના પુત્રી નેહાએ ટ્‍વિટર પર મૂકેલી આ તસવીરમાં આ બે મહાન ક્રિકેટરોની પાછળ અનેક પુસ્‍તકો જોઇ શકાય છે. એવું લાગે છે કે બેદીસાહેબે એમાંના મોટા ભાગના પુસ્‍તકો વાંચી નાખ્‍યાં હશે. નેહા બેદીએ ટ્‍વીટમાં લખ્‍યું કે ‘ક્રિકેટના બે અલગ યુગના આ બે લેજન્‍ડ્‍સ વચ્‍ચે થઇ મુલાકાત'‘બેમિસાલા!' બેદીસાહેબ જેવા સ્‍પષ્‍ટવકતા બીજા કોઇ નથી એટલે આપણે આશા રાખીએ કે તેઓ ફરી સાજા થઇને પોતાના સુંદર વિચાર પ્રગટ કરવા ટ્‍વિટર પર કામબેક કરશે. 

(2:48 pm IST)