Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ધોનીના ચાહકો માટે ખુશખબર! માહી 2021 અને 2022 IPLમાં રમે તેવી ચેન્નાઈ સુપર કિંગ્સને આશા

મુંબઇ : ચેન્નાઈ સુપર કિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કાશી વિશ્વનાથનને લાગે છે કે તેનો પ્રભાવશાળી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની 2021 અને 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહેશે. ગયા વર્ષે વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ ધોની સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી અને 39 વર્ષના ખેલાડીને 1મી9 સપ્ટેમ્બરથી 10મી નવેમ્બર સુધી રમાનારી આઈપીએલમાંથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની અપેક્ષા છે.

વિશ્વનાથને કહ્યું, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે ધોની બંને (2020 અને 2021 આઈપીએલ)માં ભાગ લેશે અને કદાચ તેના આગામી 2022માં પણ આઈપીએલનો ભાગ રહેશે. મને મીડિયા તરફથી અપડેટ મળી રહ્યું છે કે તે ઝારખંડમાં ઇન્ડોર નેટ્સ પર ટ્રેનિંગ લઇ રહ્યો છે. પરંતુ અમારે કેપ્ટન વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમે તેના વિશે કોઈ જ ચિંતા કરતા નથી.’ વિશ્વનાથને વધુમાં કહ્યું, ‘તે તેની જવાબદારીઓ વિશે જાણે છે અને તે પોતાની ટીમને સંભાળી લેશે.’

ઈન્ડિયા સિમેન્ટ્સના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ફ્રેન્ચાઇઝના માલિક એન. શ્રીનિવાસને જાન્યુઆરીમાં કહ્યું હતું કે 2021ની આઈપીએલની હરાજીમાં ધોનીને ટીમમાં જાળવી રાખવામાં આવશે. ગયા વર્ષે વર્લ્ડ કપ પછી ધોનીના ભવિષ્ય વિશે સતત અટકળો ચાલી રહી હતી કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. સીએસકેએ 16 થી 20 ઓગસ્ટ સુધીમાં એક નાનો કેમ્પ યોજવાનો પ્લાન બનાવ્યો છે. ટીમ 21મી ઓગસ્ટે યુએઈ જવા રવાના થશે અને વિશ્વનાથને પુષ્ટિ કરી કે બધા ખેલાડીઓ 14 ઓગસ્ટે ચેન્નાઇમાં એકત્રિત થશે.

(1:22 pm IST)