Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડે હારેલી મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ કરેલો

કાલે કોઈપણ ટીમ ચેમ્પિયન બને પ્રથમ વખત ટ્રોફી જીતશે

દુબઈઃ ટી-૨૦ વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો આવતીકાલે ૧૪મીના રમાશે. બન્નેમાંથી જે કોઈપણ ટીમ ચેમ્પિયન બનશે તે પ્રથમ વખત ટ્રોફી જીતશે. ઓસ્ટ્રેલીયા કે ન્યુઝીલેન્ડ બન્ને ટીમોમાંથી એકપણ ટીમે ICC ટી-૨૦ વર્લ્ડકપનો તાજ હાંસલ કર્યો નથી.પ્રથમ સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ અને બીજા સેમીફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલીયાએ પાકિસ્તાનને પછાડી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.ટી-૨૦ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ૫ દેશોએ ટ્રોફી જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે સૌથી વધુ બે ટાઈટલ જીત્યા છે. જયારે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાએ ૧-૧ વખત ટાઈટલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બેગ હજુ ખાલી છે, પરંતુ આ ટુર્નામોન્ટમાં કોઈપણ એક ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતશે.

(3:12 pm IST)