Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

નવેમ્બર-ડિસેમ્બરમાં ટીમ ઇન્ડિયા દ. આફ્રિકા વચ્ચે સીરીઝ

ભારતીય ટીમનો ૨૦૨૧થી ૨૦૨૩ સુધીનો ક્રિકેટ શેડયુલ જાહેર : જાન્યુઆરીમાં વેસ્ટઇન્ડિઝ, માર્ચમાં શ્રીલંકા, ૨૦૨૩માં ઓસ્ટ્રેલીયા સામે સિરીઝ રમાશે

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

૨૦૨૦માં કોરોનાના લીધે વધારે  ટીમ ઇન્ડિયા ક્રિકેટ રમી શકી નથી. ૨૦૨૧ ભારતીય ટીમને આખુ વર્ષ આરામ નહિ મળે, આખુ વર્ષ ભારતીય ખેલાડી સીરીઝ સમાવેશ થશે. ૨૦૨૧થી ૨૦૨૩ સુધી શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે. લંડનમાં ભારતીય સીનીયર ટીમ ૫ મેચ ટેસ્ટ સીરીઝ રમશે.

ભારતીય ટીમ લંડનમાં રહેશે. ત્યારબાદ યુએઇમાં આઇપીએલનો બીજો સેશન રમાશે. દર્શકને ક્રિકેટ મજા જોવા મળશે.

૨૦૨૩ સુધીનો શેડયુલ આ મુજબ છે. જુન ૨૦૨૧: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ

જુલાઇ ૨૦૨૧: ભારત અને શ્રીલંકા (૩ વન ડે, ટી ૨૦) ઓગષ્ટથી સિતંબર ભારત અને ઇંગ્લેન્ડ ૫ ટેસ્ટ મેચ, સપ્ટેમ્બરથી ઓકટોબર, આઇપીએલ ૨૦૨૧ બીજુ સેશન, ઓકટોબર ૨૦૨૧ ભારત અને દક્ષિણ આફ્રિકા ૩ વન-ડે અને ૩ ટી-૨૦, ઓકટોબર થી નવેમ્બર : આઇસીસી ટી-વર્લ્ડકપ, નવેમ્બર ૨૦૨૧: ભારત અને ન્યુઝીલેન્ડ બે ટેસ્ટ અને ૩ ટી-૨૦, નવેમ્બર ૨૦૨૧ : ભારત અને ન્યુન્ઝીલેન્ડ બે ટેસ્ટ અને ૩ ટી-૨૦, નવેમ્બર ૨૦૨૧થી ભારત અને દક્ષિણ આફ્રિકા ડિસેમ્બર ૩ ટેસ્ટ, ૩ ટી-૨૦ મેચ, જાન્યુઆરી ૨૦૨૨ ભારત અને વેસ્ટીંડઝ (૩ વન-ડે, ૩ ટી-૨૦), માર્ચ ૨૦૨૨ ભારત અને શ્રીલંંકા (૩ ટેસ્ટ, ૩-ટી ૨૦), એપ્રિલથી મેઃ આઇપીએલ પ્રીમીયર લીગ, જુલાઇ થી ઓગષ્ટ ભારત અને ઇંગ્લેન્ડ (૩ વન-ડે ૩ ટી-૨૦), ઓગષ્ટથી સપ્ટેમ્બર ભારત અને વેસ્ટઇન્ડિઝ (૩ વન-ડે, ૩ ટી-૨૦), સપ્ટેમ્બર ૨૦૨૨ આંતરરાષ્ટ્રીય એશિયા કપ (સ્થળનું નકકી નથી.),  ઓકટોબરથી નવેમ્બર  ૨૦૨૨ ઓસ્ટ્રેલીયા આઇસીસી, નવેમ્બરથી ડિસેમ્બર  વર્લ્ડ ટી-૨૦ ભારત અને બાંગ્લાદેશ બે ટેસ્ટ અને ૩ ટી-૨૦,  ડિસેમ્બર ૨૦૨૨ ભારત અને શ્રીલંકા (૫ વનડે) જાન્યુઆરી ૨૦૨૩ ભારત અને ન્યુઝીલેન્ડ (૩ વન-ડે અને ૩ ટી-૨૦) ઇન્ટરનેશનલ, ફેબ્રુઆરી થી માર્ચ : ભારત અને ઓસ્ટ્રેલીયા ૨૦૨૩ (૪ ટેસ્ટ અને ૩ વન-ડે, ૩ ટી-૨૦ મેચ), એપ્રિલથી મેં ૨૦૨૩ આઇપીએલ પ્રિમીયલ લીંગ ૨૦૨૩, આ ૨૦૨૩ સુધી ભારતીય ટીમનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે.

(3:33 pm IST)