Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોર્ટુગલનો સ્ટાર ફુટબોલર જોઆઓ કેન્સલો કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી: યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપની પહેલી મેચ પહેલા પોર્ટુગીઝ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી જોઆઓ કેન્સ્લોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને તે ટીમમાંથી બહાર થઈ ગયો છે. પોર્ટુગીઝ ટીમ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ડિફેન્ડર જોઆઓ કેન્સ્લોને કોરોનાથી ચેપ લાગ્યો છે, જેના કારણે તે યુરો કપમાં ટીમનો ભાગ નહીં લે, તેમની જગ્યાએ ડાયોગો ડાલોટેનો સમાવેશ કરવામાં આવ્યો છે."

(5:20 pm IST)