Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટના સિતાંશુ કોટકને મહત્‍વની જવાબદારીઃટીમ ઇન્‍ડિયાના આયર્લેન્‍ડના પ્રવાસમાં બેટીંગ કોચની ભૂમિકા

લક્ષ્મણ મુખ્‍ય કોચ, મુનિશ બાલી ફિલ્‍ડીંગ અને સાઇરાજ બહુતુલે બોલીંગ કોચ

નવી દિલ્‍હીઃ નેશનલ ક્રિેકેટ એકેડમી NCA ના કોચ સિતાંશુ કોટક, સાઇરાજ બહુતુલે અને મુનીશ બાલી આ મહિનાના અંતમાં આયર્લેન્‍ડના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્‍ટાફનો ભાગ હશે. ભારતીય ટીમ આ મહિને આર્યર્લેન્‍ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં બને ટીમો વચ્‍ચે બે ટી૨૦ મેચ રમશે. શ્રેણીની પ્રથમ મેચ ૨૬ જૂને જયારે બીજી મેચ ૨૮ જૂને રમાશે. નેશનલ ક્રિકેટ એકેડમી NCAના કોચ સિતાશું કોટક, સાઇરાજ બહુતુલે અને મુનીશ બાલી આ મહિનાના અંતમાં આયર્લેન્‍ડના પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્‍ટાફનો ભાગ હશે. જેનું નેતૃત્‍વ પૂર્વ અનુભવી વીવીએસ લક્ષ્મણ કરશે.

ઉલ્લેખનીય છે કે સિતાંશુ કોટક ભૂતકાળમાં પણ ભારત એ ટીમ સિસ્‍ટમનો ભાગ રહી ચૂકયા છે. તે બેટિંગ કોચ હશે, જયારે બાલી અને બહુલને ફિલ્‍ડિંગ અને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને આ વર્ષની શરૂઆતમાં વેસ્‍ટ ઇન્‍ડિઝમાં ભારત-૧૯ ટીમના વર્લ્‍ડ કપનો ભાગ હતા. એનસીએના ચીફ આયર્લેન્‍ડ પ્રવાસ પર ભારતીય ટીમના મુખ્‍ય કોચ હશે.

મુખ્‍ય કોચ રાહુલ દ્રવિડ અન્‍ય વરિષ્‍ઠ સહાયક સભ્‍યો સાથે આ સપ્‍તાહ અંતમાં ટેસ્‍ટ ટીમ સાથે ઇંગ્‍લેન્‍ડ જવા રવાના થશે. આવી સ્‍થિતિમાં, બાલી, કોટક અને બહુલેની ત્રણેય દક્ષિણ આફ્રિકા સામે વર્તમાન ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય શ્રેણી રમી રહેલી ટીમ સાથે જોડાઇ ચૂકયા છે.

(4:06 pm IST)