Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

૧૬ વર્ષનો વેઇટલિફટર ગુરુનાયડુ બન્‍યો યુથ વર્લ્‍ડ ચેમ્‍પિયન

મહારાષ્‍ટ્રની સૌમ્‍યા દળવી બ્રોન્‍ઝ મેડલ જીતી ગઇ

નવી દિલ્‍હીઃ ભારતનો ૧૬ વર્ષનો વેઇટલિફટર ગુરુનાયડુ સેનાપતિ રવિવારે મેકિસકોમાં આઇડબ્‍લ્‍યુએફ યુથ વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ જીત્‍યો હતો. તેણે પંચાવન કિલો વર્ગમાં કુલ ૨૩૦ કિલો (૧૦૪ કિલો+૧૨૬ કિલો) વજન ઊંચકયું હતું. તેની સામે તીવ્ર હરીફાઇમાં ઊતરનાર સાઉદી અરેબિયાના અલી માજીદે ૨૨૯ કિલો (૧૦૫ કિલો + ૧૨૪ કિલો)અને કઝાખસ્‍તાન યેરાસીલ ઉમરોવે ૨૨૪ કિલો (૧૦૦ કિલો+૧૨૪કિલો) વજન ઊંચકયું હતું.

(4:24 pm IST)