Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ નેશનલ રેકોર્ડ બનાવ્યો

નીરજે ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેનાથી પણ આગળ નીકળી ગયો

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ નેશનલ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નીરજ હાલમાં પાવો નુર્મી ગેમ્સ-2022માં ભાગ લઈ રહ્યો છે અને ત્યાં તેણે 89.30 મીટરનો થ્રો કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ઓલિમ્પિક બાદ નીરજની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે અને તેણે આ કારનામું કરીને રેકોર્ડ બનાવ્યો છે. નીરજે ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તે તેનાથી પણ આગળ નીકળી ગયો છે.

(12:29 am IST)