Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રમીઝ રાજાએ ખેલાડીઓના પગારમાં ૧ લાખનો વધારો કર્યો

 પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ બન્યાના કલાકો બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ તમામ સ્થાનિક ખેલાડીઓના માસિક પગારમાં ૧૦૦,૦૦૦ રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપ્યો હતો. પીસીબીએ કહ્યું કે ૧૯૨ સ્થાનિક ક્રિકેટરોના પગારમાં તાત્કાલિક અસરથી વધારો કરવામાં આવશે.

  પગારમાં વધારા સાથે, હવે પ્રથમ વર્ગ અને ગ્રેડ સ્પર્ધાઓના ખેલાડીઓ દર મહિને ૧,૪૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ લાખ રૂપિયા મળશે. પીસીબીએ કહ્યું કે તમામ કેટેગરીના પગાર વધારવાના નવા અધ્યક્ષના આદેશનો અર્થ એ છે કે ગ્રુપ ડીના ખેલાડીઓના માસિક પગારમાં ૨૫૦ ટકાનો વધારો થશે.

(3:36 pm IST)