Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પાકિસ્તાનના કોચ બનતા હેડન અને ફિલેન્ડર

 પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી ૨૦ વર્લ્ડ કપ  પહેલા નવો કોચ મળ્યો છે.  ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન અને દક્ષિણ આફ્રિકાના બોલર વર્નોન ફિલેન્ડરને કોચ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.  આ બંનેની પસંદગી આઈસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ માટે કરવામાં આવી હતી.

  બોર્ડના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ આ માહિતી આપી હતી.  રાજાને   પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.  રસપ્રદ વાત એ છે કે હેડન અને ફિલાન્ડર બંને પાસે કોચિંગનો અનુભવ નથી.  તેના કારણે તેને કોચ બનાવવા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

(3:28 pm IST)