Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચેન્નાઇ વિરુદ્ધ હૈદરાબાદ મેચ: અમ્પાયરના નિર્ણયને લઇને ધોનીના ફેંસ અને હૈટર્સ વચ્ચે સોશિયલ મિડીયા પર જંગ

ધોનીએ અમ્પાયરના ઉંચા થઇ રહેલા હાથને જોતાવેંત જ ગુસ્સાથી અંપાયર તરફ નજર કરી

મુંબઈ : ટી-20 લીગની ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે મેચ યોજાઇ હતી. જેમા ચેન્નાઇ એ હૈદરાબાદને 20 રને હાર આપી હતી. આ મેચ દરમ્યાન એક ઘટના સર્જાઇ હતી. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. વાત એમ હતી કે મેચ દરમ્યાન એક બોલ પર અંપાયર વાઇડ બોલનો ઇશારો કરવા માટે હાથ ઉપર તરફ ઉઠાવી જ લઇ રહ્યા હતા કે, તેમણે હાથ નિચે લેતા નિર્ણય બદલી લીધો હતો. ધોનીએ  અમ્પાયરના ઉંચા થઇ રહેલા હાથને જોતાવેંત જ ગુસ્સાથી અંપાયર તરફ નજર કરી હતી, આ નજર મળતા જ અંપાયરે નિર્ણયને ફેરવી તોળવા રુપ જ હાથ ને ઉંચા કરવાનુ જ માંડી વાળ્યુ હતુ. જેને લઇને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર પણ નિરાશ જોવા મળ્યા હતા. સોશિયલ મિડીયા પર આ વિડીયો હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. ધોની હૈટર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે તો, ધોનાના ફેંસ તેના સપોર્ટમં ઉતરી આવ્યા છે.

(9:13 pm IST)