Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પાકિસ્તાન સામેના મેચ અગાઉ વીલીયમ્સન ફિટ થઇ જશે

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કેપ્ટન કેન વિલિયમ્સનની ફિટનેસ વિશે કહ્યું છે કે તે આઈસીસી ટી ૨૦ વર્લ્ડ કપના સુપર -૧૨ માં પાકિસ્તાન સામેની મેચ પહેલા ફિટ રહેશે.

  વિલિયમસન ઠીક છે. તેને હેમસ્ટ્રીંગની નાની ઈજા થઈ છે પરંતુ તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.   આઇપીએલ બાદ છ દિવસ હોટલમાં કવોરેન્ટાઇન રહ્યા બાદ વિલિયમસન દુબઇમાં ન્યુઝીલેન્ડ કેમ્પ પહોંચ્યો હતો.  તેમના સિવાય જેમ્સ નીશમ, એડમ મિલને અને શેન બોન્ડ પણ ટીમ સાથે જોડાયેલા છે.  

(3:03 pm IST)