Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડની ઈચ્છા: ઓલિમ્પિકમાં સામેલ થાય ટી-20 ક્રિકેટ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવિષ્ટ કરવાની હિમાયત કરી છે. દ્રવિડે શુક્રવારે 'એ ન્યૂ ઇનિંગ્સ' પુસ્તકના લોકાર્પણ માટે આયોજિત વર્ચુઅલ સેમિનારમાં કહ્યું હતું કે, ક્રિકેટને ઓલિમ્પિકમાં શામેલ કરવો જોઈએ, તે રમત માટે સારું રહેશે. ક્રિકેટ 1900 થી ઓલિમ્પિકનો ભાગ નથી રહ્યો. જોકે, છેલ્લા કેટલાક સમયથી એક સમાન માંગ કરવામાં આવી રહી છે કે ક્રિકેટને ઓલિમ્પિકમાં શામેલ કરવામાં આવે.રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના ક્રિકેટ ઓપરેશન્સના ડાયરેક્ટર દ્રવિડે કહ્યું કે ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવા માટે અનેક પડકારો સામે આવશે પરંતુ આ રમતને વિસ્તૃત કરશે. તેમણે સૂચન આપ્યું કે ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે રમત માટે તે ખૂબ સારું રહેશે કે ટી ​​-20 ફોર્મેટ ઓલિમ્પિકનો ભાગ બની શકે.

(4:11 pm IST)