Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નટરાજન- સુંદરનું ડેબ્યુઃ ઓસ્ટ્રેલીયા ૨૭૪/૫

બ્રિસ્બેન ટેસ્ટ દિવસ-૧ પૂર્ણઃ લબુસેનની સદી (૧૦૮ રન) : નટરાજનને ૨, શિરાજ- ઠાકુર અને સુંદરને ૧-૧ વિકેટઃ શૈની ઈન્જર્ડ, લગભગ સમગ્ર ટેસ્ટમાં બોલીંગ નહી કરી શકે

બ્રિસ્બેનઃ સિરીઝનો  અંતિમ ટેસ્ટ આજથી પ્રારંભ થયો છે. ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લેતા પ્રથમ દિવસથી રમતના અંતે ૮૭ ઓવરમાં ૫ વિકેટે ૨૭૪ રન બનાવ્યા હતા. લબુશેને સદી ફટકારી હતી. તો આજના ટેસ્ટમાં નટરાજન અને સુંદરે ડેબ્યુ કર્યુ છે. ભારતીય ટીમને ઈજાઓ પીછો છોડતો નથી. હવે નવદીપ સૈની બોલીંગ દરમ્યાન ઘાયલ થતાં આખા મેચમાં બોલીંગ કરે તેવી શકયતા નથી. આમ, ભારતીય ટીમની બોલીંગલાઈનઅપ થોડી નબળી પડી છે.

આ અગાઉ ઓસ્ટ્રેલીયાઓ ટોસ જીતી દાવ લેતા શીરાજે કાંગારૂઓને ઝાટકો આપ્યો હતો. માત્ર ૧ રનમાં વોર્નરને પેવેલીયન ભેગો કરી દીધો હતો. બાદમાં શાર્દુલ ઠાકુરે પણ ઓપનાર હેરીસને ૫ રનના સ્કોરે સુંદરના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. સ્મિથ ૩૬ અને વેડ ૪૫ રન બનાવી આઉટ થયા હતા. તો લબુશેને ૨૦૪ બોલમાં ૯ ચોગ્ગા સાથે સદી ફટકારી હતી. તેણે ૧૦૮ રન બનાવ્યા હતા. ગ્રીન ૨૮ અને પેન ૩૮ રને નોટઆઉટ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના યુવા બોલરોએ સારી બોલીંગનું પ્રદર્શન કર્યુ હતું. ટેસ્ટ ડેબ્યુ કરેલ નટરાજને ૨ અને વોશીંગ્ટન સુંદરે ૧ તો શિરાજ અને ઠાકુરે ૧-૧ વિકેટ ઝડપી છે.ભારતીય ટીમ ઈજાઓથી પરેશાન છે. આજે બોલીંગ દરમ્યાન નવદીપ સૈની પણ ઈજાગ્રસ્ત બનેલ. તેને હોસ્પિટલ લઈ જવાયાનું જાણવા મળેલ છે. લગભગ આખા ટેસ્ટમાં બોલીંગ કરી શકશે નહી. આવતીકાલનો દિવસ ભારતીય ટીમ માટે મહત્વનો રહેશે. બોલરોએ ઝડપી વિકેટો મેળવી કાંગારૂઓને પેવેલીયન ભેગા કરવા પડશે.

(4:31 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ : અમેરિકાના ઓન્ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્ટો, ન્યુ યોર્ક હેમિલ્ટન, વિન્ડસર-આઇસેકસ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. access_time 1:26 pm IST