Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ટીમ ઈન્ડિયાને ફટકા ઉપર ફટકોઃ હવે નવદીપ સૈની ઈન્જર્ડઃ માંસપેશીઓ ખેચાઈ

મેચ દરમ્યાન બોલીંગ નહી કરી શકે, હોસ્પિટલ લઈ જવાયો

બ્રિસ્બનઃ ઇજાઓ ટીમ ઇન્ડિયાનો પીછો છોડી રહી નથી. હવે આજે ઝડપી બોલર નવદીપ સૈની ઘાયલ થઇ ગયો. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી જ ચોથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. પરંતુ સૈનીની માંશપેશીઓ ખેંચાઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો .

નવદીપ સૈનીને બોલિંગ દરમિયાન જાંઘની નશો ખેંચાઇ ગઇ હતી. પછી તેને મેદાનની બહાર લઇ જવાયો હતો. તે ફરીથી રમવા આવ્યો હતો. પરંતુ તેનો દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઇ જવો પડ્યો છે. જ્યાં તેનું સેક્ન કરવામાં આવશે. સૈની હજુ નવોદિત છે. તેની આ બીજી જ ટેસ્ટ છે.

સૈની ૮મી ઓવર નાંખી રહ્યો હતો ત્યારે ૫ પાંચ બોલ ફેકી દીધા હતા. ત્યાર તેનો એક બાકી બોલ વાઇસ કેપ્ટન રોહિત શર્માને નાંખવો પડ્યો હતો.

રિપોર્ટ મુજબ સૈનીનું બ્રિસ્બનની ચોથી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ છે. જો એવું થશે તો ટીમ ઇન્ડિયા માટે મોટો ફટકો હશે. કારણ કે તે પહેલાં દિવસે માત્ર ૭.૫ ઓવર જ ફેંકી શક્યો છે.

બીસીસીઆઇએ સૈનીની ઇજા અંગે નિવેદન જારી કરતા કહ્યું કે નવદીપ સૈનીની જાંઘમાં દુઃખાવો છે. બોર્ડની મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે. પછી તેને સ્કેન માટે લઇ જવાયો છે. અગાઉ ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, અશ્વિન, હનુમા વિહારી અને પછી પ્રકિટસમાં મયંક અગ્રવાલ પણ ઘાયલ થઇ ગયા હતા.

(4:31 pm IST)