Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા વિશ્વની હાઈએસ્ટ પેઇડ ખેલાડીઓની યાદીમાં ટોચના ક્રમે

પીવી સિંધુ સાતમા ક્રમાંકે :ટોપ - 10 ખેલાડીઓમાં ટોચની ત્રણ સહિત કુલ પાંચ ખેલાડી ટેનિસની

 

મુંબઈ :છેલ્લા કેટલાક સમયથી મેન્ટલ હેલ્થ ઇસ્યૂુના કારણે ઘણી ટૂર્નામેન્ટ ગુમાવી હોવા છતાં જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા 2021ના વર્ષમાં વિશ્વની હાઇએસ્ટ પેઇડ મહિલા ખેલાડીઓની યાદીમાં ટોચના ક્રમે છે .

 ફોર્બ્સની સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સાતમા ક્રમાંકે છે અને તે ટોપ - 10 ખેલાડીઓમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે . ટોપ - 10 ખેલાડીઓમાં ટોચની ત્રણ સહિત કુલ પાંચ ખેલાડી ટેનિસની છે . બે ગોલ્ફની છે અને જિમ્નાસ્ટિક , બેડમિન્ટન અને બાસ્કેટબોલની એક - એક ખેલાડી છે . ટોચની 10 ખેલાડીઓએ ગયા વર્ષે 2021માં કુલ મળીને 1238 કરોડ રૂપિયા ( 167 મિલિયન ડોલર ) ની કમાણી કરી છે જે 2020ના વર્ષ કરતાં 23 ટકા વધારે અને 2013 કરતાં 16 ટકા વધારે છે .નાઓમી ઓસાકાએ 424 કરોડની કમાણી કરીછે 

જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ ગયા વર્ષે ઇનામી રકમ તથા જાહેરખબર દ્વારા લગભગ 424 કરોડ રૂપિયાની ( 57 . 3 મિલિયન ડોલર ) કમાણી કરી છે જે એક કેલેન્ડર વર્ષમાં કોઇ પણ મહિલા ખેલાડી કરતાં

હાઇએસ્ટ રહી છે . વિલિયમ્સન બહેનો સેરેના અને વિનસ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે . હૈદરાબાદી શટલર પીવી સિંધુ 53 કરોડ ( 7 . 2 મિલિયન ડોલર ) ની આવક સાથે સાતમા ક્રમે છે . અમેરિકન ગોલ્ફર નૈલી કોર્ડાએ 44 કરોડ રૂપિયા ( 5 . 9 મિલિયન ડોલર ) તથા અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સે 75 કરોડ રૂપિયાની જંગી ઇન્કમ કરી છે .

(12:27 am IST)