Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આઇપીએલ 2021ની સિઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 292 ખેલાડીઓની યાદી જાહેરઃ વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ

વડોદરા: ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ આઈપીએલની હરાજી માટે 292 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જીસીએ, ગુજરાત, સૌરાષ્ટ્રના 17 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે જેમાં વડોદરાના 9 ખેલાડીઓ છે. ત્યારે 18 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થશે.

IPL માટે હરાજીની યાદીમાં વડોદરાના 9 ખેલાડીઓમાં વિષ્ણુ સોલંકી, કેદાર દેવધર, અતીત શેઠ, લુકમાન મેરીવાલા, સ્મિત પટેલ, અંશ પટેલ, ધ્રુવ પટેલ, કાર્તિક કાકડે અને, લેટેસ્ટ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરાજીમાં કુલ 292 ખેલાડીઓ આવશે, જ્યારે 8 ટીમોને કુલ 61 પ્લેયરોની જરૂર છે. ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આઈપીએલની (IPL 2021) આઠ ટીમોએ આ વખતે 139 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે 57 ખેલાડીઓને પોતાની ટીમે રિલીઝ કરી દીધા છે. કુલ 196.6 કરોડ રૂપિયા દાવ પર હશે.

વધુમાં વધુ 61 ખેલાડીઓ દાવ પર

તમામ ફ્રેન્ચાઇઝી પોતાનો કોટો પૂરો કરવા ઈચ્છે છે અને તે માટે કુલ 61 ખેલાડીઓની જરૂર હશે. જો ફ્રેન્ચાઇઝી પોતાની ટીમમાં વધુ 25 ખેલાડીઓ હોય છે તો 61 ખેલાડીઓને લેવામાં આવશે (જેમાંથી 22 સુધી વિદેશી ખેલાડી હોય શકે છે).

રજીસ્ટ્રેડ થયેલા ખેલાડીઓની શ્રેણી આ પ્રકારે છે.

કેપ્ડ ભારતીય (21 ખેલાડી)

કેપ્ડ ઇન્ટરનેશનલ (186 ખેલાડી)

એસોસિએટ (27 ખેલાડી)

અનકેપ્ડ ભારતીય ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (50 ખેલાડી)

વિદેશી અનકેપ્ડ ખેલાડી જેણે ઓછામાં ઓછી 1 આઈપીએલ મેચ રમી છે- (2 ખેલાડી)

અનકેપ્ટ ભારતીય (743 ખેલાડી)

અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી (68 ખેલાડી)

(5:07 pm IST)