Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઇંગ્‍લેન્‍ડ સામેની બીજી ટેસ્‍ટ મેચ નરેન્‍દ્રભાઇ મોદીએ દૂરથી નિહાળીઃ હેલીકોપ્‍ટરમાં પ્રવાસ સમયે ફોટો ‘ક્‍લિક' કરીને ટ્‍વિટર ઉપર મુક્‍યો

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મેચના બીજા દિવસે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને બોલરોની વાત કરીએ તો અશ્વિનની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફેલ રહ્યાં હતા. ભારતના પ્રધાનમંત્રી મોદી  પણ આ મુકાબલાને રસપ્રદ ગણાવ્યો છે.

પીએમ મોદીએ દૂરથી જોઈ મેચ

પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં રમાઈ રહેલા બીજા મુકાબલાના એક તસવીર ટ્વિટર પર શેર કરી છે. હકીકતમાં પીએમ મોદી ચેન્નઈમાં હવાઈ યાત્રા કરી રહ્યાં હતા. ત્યારે ચેપકના મેદાનનો નજારો તેમની સામે આવી ગયો. તેમણે આ નજારાની એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ ફ્લોપ

બીજા દિવસે ટીમ ઈન્ડિયા 329 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે 52 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેન ફોકસે ટીમને સંભાળી હતી. તેણે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 42* રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 134 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી.

(5:07 pm IST)