Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

તમામને નહેરૂ સ્ટેડીયમ ખસેડાયા

વિમેન્સ નેશનલ બોકસીંગ કેમ્પના ર૧ ખેલાડીઓને પોઝીટીવ

મુંબઇ, તા. ૧પ : ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડીયમમાં પ્રેકટ્સિ કરી રહેલા ઇન્ડિયન વિમેન્સ બોકિસગ હાઇ પર્ફોમેન્સ ડિરેકટર રાફેલે બર્ગામ્સકો અને હેડ કોચ મોહમ્મદ અલી કમાર સહિત કુલ ૨૧ કોરોના પોઝીટીવ આવ્યા છે. જો કે ઓલ્મિપીકમાં જઈ રહેલા બોકસર પૈકી કોઈ બોકસર પોઝીટીવ નથી.

સ્પોર્ટસ ઑથોરીટી ઑફ ઇન્ડિયાએ આ મામલે એક સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. પરંતુ કોઈ ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. પોઝીટવ આવેલા કોઈ પણ ગંભીર હાલતમાં નથી તેથી તમામને કવોરન્ટાઇન ઝોનમાં મોકલવામાં આવ્યા છે. જેઓ ઑલિમ્પિકમાં જઈ રહ્યાં છે એ તમામને જવાહરલાલ નેહરૂ સ્ટેડીયમમાં ખેસડવામાં આવ્યાં છે.

(3:48 pm IST)