Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડનો હોલ ઓફ ફેમમાં સમાવેશ

આ મહાન ઓલરાઉન્ડરે ૪૪ ટેસ્ટમાં ૨૧૦૯ રન બનાવ્યા, ૧૬૨ વિકેટો ઝડપી હતી

નવીદિલ્હીઃ આઈસીસીએ ભારતના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર વિનુ માંકડ સહિતના દિગ્ગજ ખેલાડીઓને તેની 'હોલ ઓફ ફેમ'યાદીમાં સામેલ કયા ર્છ, જેમાં ક્રિકેટની શરૂઆતથી પાંચ યુગના દરેક ખેલાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓનો ઈંગ્લેન્ડના ટેડ ડેકસ્ટરનો પણ સમાવેશ કરાયો છે .

જે ખેલાડીઓની આ યાદી બંનાવવામાં છે તેમાં પ્રારંભિક યુગ (૧૯૧૮ પહેલા) માટે દક્ષિણ આફ્રિકાના ઓબ્રે ફોકનર અને ઓસ્ટ્રેલિયાના મોન્ટી નોબલ, બંને પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૮-૧૯૪૫), વેસ્ટ ઇન્ડીઝના સર લેરી કોન્સ્ટેન્ટાઇન અને ઓસ્ટ્રેલિયાના સ્ટેનનો સમાવેશ કરે છે.

આ ૧૦ ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ ૧૦ ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા ૧૦૩ થઈ ગઈ છે. ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુ માંકડને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પાંચ યુગોના ૧૦ ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.

 વિનુ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ ૧૯૪૬થી લઈને ૧૯૭૦ સુદીનો છે. વિનુ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેકસ્ટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિનુ માંકડે ૪૪ ટેસ્ટ મેચ રમી છે. જેમાં  ૩૧.૪૭ની એવરેજથી ૨૧૦૯ રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન ૧૬૨ વિકેટ પણ ઝડપી હતી. તેમની ગણના ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે.

(3:19 pm IST)