Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચેમ્પિયન ટીમને મળશે અધધ... ૧૧.૭૫ કરોડ રૂપિયા

ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટેની ઈનામની રકમની જાહેરાત કરી : વિજેતા ટીમને ગદા પણ અપાશેઃ રનર્સઅપ ટીમને રૂ.૫.૮૫ કરોડઃ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલીયાને રૂ.૩.૨૯ કરોડ, ચોથા સ્થાને ઈંગ્લેન્ડને રૂ.૨.૫૬ કરોડ મળશે

નવીદિલ્હીઃ WTC ફાઈનલમાં વિજેતા ટીમ ઉપર રૂપિયાનો વરસાદ થશે. ICC એ પ્રાઈઝ અંગે જાહેરાત કરતા કહ્યું કે ચેમ્પિયન ટીમને રૂપિયા ૧૧.૭૧ કરોડ અપાશે. રનર્સઅપ ટીમને ૫.૮૫ કરોડ રૂપિયાની રકમ મળશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મે ૧૮ જૂનથી શરૂ થશે. બે વર્ષ લાંબી સફર બાદ હવે ચેમ્પિયનશીપ અંતિમ અને નિર્ણાયક તબકકે પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમ ટોપર ટીમ છે.

પાંચ દિવસમાં કુદરતી આફત સર્જાય વરસાદી વાતાવરણ થાય તો તેવા સંજોગોમાં રિઝર્વ-ડેનો ઉપયોગ કરાશે. મેચનું પરિણામ ડ્રો  આવે તો બંને ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

ટુર્નામેન્ટના આયોજક  ICCએ ટેસ્ટ ચેમ્પિયન શીપ ફાઈનલ માટે ઈનામોનો વરસાદ કર્યો હતો.  ICCના સીઈઓ જયોફ એલરાઈડસ દ્વારા ઈનામની રકમ જાહેર કરવામાં આવી હતી. વિજેતા ટીમને ટેસ્ટ ચેમ્પિયનશીપની ગદા પણ આપવામાં આવશે.

જયારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાન પર રહેલ ઓસ્ટ્રેલીયા ટીમને ૪.૫૦ લાખ ડોલર (૩.૨૯ કરોડ રૂપિયા). ચોથા સ્થાને ઈંગ્લેન્ડ ટીમને ૩.૫૦ લાખ ડોલર (૨.૫૬ કરોડ), પાંચમાં નંબરની ટીમને ૧.૪૬ કરોડ રૂપિયા મળશે. બાકીની ચારેય ટીમને એક લાખ ડોલર (૭૩ લાખ રૂપિયા) અપાશે.

(3:20 pm IST)