Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ફર્સ્‍ટ કલાસ ક્રિકેટમાં ઝડપી ૬ હજાર રન બનાવ્‍યા છતા ટીમ ઇન્‍ડિયામાં પસંદગી થઇ નથી

સૌરાષ્‍ટ્રના વિકેટકીપર બેટર શેલ્‍ડન જેકશનનું દર્દ છલકાયું : આઇપીએલમાં રમવાની તક મળી છેઃ હું ૩૫ વર્ષનો છુ, તો અનેક ખેલાડીઓ એવા પણ હતા કે તેમને ૩૨-૩૩ વર્ષની વયે ટીમમાં સ્‍થાન મળ્‍યુ હતું

નવી દિલ્‍હી : કોલકાતા નાઇટ રાઇડર્સના વિકેટ કીપર બેટ્‍સમેન શેલ્‍ડન જેકસને હાલમાં ટીમ ઇન્‍ડિયાની પસંદગી અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે. ૩૫ વર્ષીય વિકેટ કીપર બેટસમેન કે જેઓ આઇપીએલમાં રણજીમાં સૌરાષ્‍ટ્ર તરફથી રમ્‍યા હતા તેને હજુ સુધી ટીમ ઇન્‍ડિયા  તરફથી રમવાની તક મળી નથી.

એક વેબસાઇટમા શેલ્‍ડન જેકસને કહ્યુ તેને  આઇપીએલ માં ઘણી તકો મળી પરંતુ  તેને ટીમ ઇન્‍ડિયા માટે ડેબ્‍યૂ કરવાની તક પણ મળી નથી સાચુ કહુ તો આવુ માત્ર પહેલી વાર નથી બન્‍યુ. તે હંમેશા થતું આવ્‍યુ છે. મે જે પણ રન બનાવ્‍યા અને જે ઝડપે  મે રન બનાવ્‍યા. મને નથી લાગતુ કે દેશના ઘણા ખેલાડીઓએ આવુ કર્યુ હશે. જો તમે ૭૫ મેચમાં ૬૦૦૦ની આસપાસ રન બનાવો છો.તો તે દર્શાવે છે કે મે તેને મેળવવા માટે ઘણી મહેનત કરી છે.

મને કેમ પસંદ કરવામાં ન આવ્‍યા તે અંગે કોઇએ મારી સાથે વાત કરી નથી. પરંતુ જ્‍યારે મે તેને પૂછયુ કે પસંદગી પામવા માટે મારે શુ કરવાની જરૂર છે? ત્‍યારે તેણે કહ્યુ કે હુ વૃધ્‍ધ થઇ ગયો છુ. તેણે  કહ્યુ કે અમે ૩૦ વર્ષથી ઉપરના કોઇપણ ખેલાડીને પસંદ કરતા નથી. પરંતુ કેટલાક વર્ષો બાદ ૩૨-૩૩ વર્ષના ખેલાડીઓને પણ ટીમમા સામેલ  કરવામા આવ્‍યા હતા.

જેકસને આગળ કહ્યુ કે ડોમેસ્‍ટિક ક્રિકેટ  સતત સ્‍કોર બનાવવો ખૂબ મુશ્‍કેલ છે. પરંતુ આ મારી  પ્રેરણા છે. જયા સુધી મને રમાડવામા ન આવે ત્‍યા સુધી  હુ તેને  મેળવવાનો પ્રયાસ ચાલુ રાખીશ. હુ કોઇને કઇ સાબિત કરવા નથી માંગતો  પણ હુ મારી જાતને સાબિત   કરવા માગું   છુ  કે    રન બનાવવા માટે હુ   હજી ભૂખ્‍યો છુ.

શેલ્‍ડન જેકસને ૭૯ ફસ્‍ટ કલાસ મેચમાં ૫૦.૩૯ની એવરેજથી ૫૯૪૭ રન બનાવ્‍યા છે. આઇપી એલની આ સિઝનમાં  તે છે કેકેઆરનો ભાગ હતો. જો કે તે તેના  પ્રદર્શનથી ખુશ ન થઇ શકયો. તે ૫ મેચમાં માત્ર ૨૩ રન જ બનાવી શકયોહતો. તે ભલે બેટથી શાનદાર પ્રદર્શન કરી શકયો ન હતો પરંતુ આ સિઝનમાં વિકેટકીપીંગમાં સારુ પ્રદર્શન કર્યુ                હતું              

(3:34 pm IST)