Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઓસ્‍ટ્રેલિયાએ લીધો બદલો, સતત પાંચમી વાર ફિફા વર્લ્‍ડ કપમાં: પેરુ થયું આઉટ

નવી દિલ્‍હીઃ સોકરમાં સોકરુઝ તરીકે ઓળખાતા ઓસ્‍ટ્રલિયાને આ વર્ષના ફિફા ફુટબોલ વર્લ્‍ડ કપ માટેના કવોલિફાઇંગ રાઉન્‍ડમાં પોતાની નિર્ણાયક મૅચમાં પેરુને પેનલ્‍ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને સતત પાંચમી વાર વિશ્વકપમાં રમવા માટેનું કવોલિફિેશન મેળવી લીધુ હતુ.ં બન્‍ને દેશ રેગ્‍યુલેશન અને એકસ્‍ટ્રા ટાઇમમાં ૦-૦થી બરાબરીમાં રહેતાં શૂટઆઉટની મદદ લેવાઇ હતી જેમાં અમેરિકા ખંડનો પેરુ દેશ જરાક માટે હારી જતાં એના લાખો ફુટબોલ ચાહકો ભારે હતાશ થયા હતા અને ઑસ્‍ટ્રેલિયા તરફી સોકરપ્રેમીઓમાં આનંદ અને રોમાંચ ફેલાયા હતા.

(3:34 pm IST)