Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પી.વી.સિંધુ અને પ્રણીત પહેલા જ રાઉન્‍ડમાં હાર્યાં

નવી દિલ્‍હીઃ બે ઑલિમ્‍પિક મેડલ જીતી ચૂકેલી ભારતની ભૂતપૂર્વ વર્લ્‍ડ ચૅમ્‍પિયન પી.વી.સિંધુ જકાર્તાની ઇન્‍ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦ ઇવેન્‍ટમાં પહેલા જ રાઉન્‍ડમાં હારી ગઇ હતી. તેનો ચીનની હી બિન્‍ગ જિઆઓ સામે સ્‍ટ્રેઇટ ગેમમાં ૧૪-૨૧, ૧૮-૨૧થી પરાજય થયો હતો.

એશિયન સ્‍પર્ધામાં સિંધુએ બિન્‍ગને હરાવી હતી, પણ બિન્‍ગ હવે સામસામા મુકાબલામાં સિંધુથી ૧૦-૮થી આગળ છે. પુરુૅષ વર્ગમાં બી.સાઇ પ્રણીતને ડેન્‍માર્કના હૅન્‍સ-ક્રિસ્‍ટિયન સૉલબર્ગ વિટિંગસે ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવ્‍યો હતો.

(3:51 pm IST)