Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મેચ જીત્‍યા પણ પંત નાખુશ : બોલરોની પ્રશંસા કરી, બેટરોએ હજુ વધારે રન બનાવવાની જરૂર

વિશાખાપટ્ટનમઃ ભારતે ટી-૨૦ શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ૪૮ રને વિજય સાથે સિરીઝમાં પ્રથમ જીત મેળવી છે.

ટીમ ઇન્‍ડિયા હાલ ૧-૨ થી પાછળ છે.  જીત પછી રિષભ પંતે બોલરોની ઘણી પ્રસંશા કરી હતી પણ બેટિંગને લઇને કહ્યુ કે બેટ્‍સમેનો ૧૫ રન ઓછા બનાવી શકયા હતા. પંતે કહ્યુ કે બેટ્‍સમેનો અને બોલરોએ સારું પ્રદર્શન કર્યુ. અમને લાગ્‍યુ કે ૧૫ રન પાછળ રહી ગયા હતા. પણ તેના વિશે વધારે વિચાર કર્યો ન હતો. બોલરોએ પોતાનું કામ સારી રીતે કર્યુ હતું. ભારતમાં વચ્‍ચેની ઓવરોમાં સ્‍પિનરોની ભૂમિકા મહત્‍વની હોય છે તો તેમના પર દબાણ રહે છે. આ રીતની મેચમાં દબાણ વગર રમવાથી આવું પરિણામ મળે છે.

(4:17 pm IST)