Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જાતિવાદી ટિપ્પણી કરતાં જર્મનના ફૂટબોલર પર ૮ વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ જર્મન ફૂટબોલ ખેલાડી ડેનિસ એર્ડમેન પર થર્ડ ડિવિઝન લીગ મેચ દરમિયાન જાતિવાદી ટિપ્પણી કરવા બદલ આઠ સપ્તાહનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મેગડેબર્ગના ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે સરબ્રોકેન તરફથી રમતી વખતે એર્ડમને ગયા મહિને તેમની સામે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આ કેસની શિસ્તબદ્ધ સુનાવણીની અધ્યક્ષતા કરનાર સ્ટેફન ઓબરહોલ્ઝે જણાવ્યું હતું કે જર્મન ફૂટબોલ ફેડરેશન મેદાનમાં કોઈપણ જાતિવાદ કે પક્ષપાત સહન કરતું નથી સારબ્રોકેન કલબે કહ્યું કે તેઓ આ નિર્ણય સામે અપીલ કરશે.

(3:23 pm IST)