Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાષ્ટ્રીય કક્ષાના શૂટર નમનવીર બારની લાશ તેમના ઘરમાં મળી: શરીર પર મળ્યા ગોળીના નિશાન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્તરના શૂટર નમનવીર સિંહ બ્રાર સોમવારે મોહાલીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આત્મહત્યાની શક્યતાને નકારી નથી. મોહાલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગુરશેર સિંહ સંધુએ ફોન પર જણાવ્યું હતું કે 28 વર્ષના ટ્રેપ શૂટરના શરીર પર ગોળીના નિશાન છે. જોકે, ડીએસપીએ કહ્યું કે તે સ્પષ્ટપણે કહી શકાય નહીં કે તેણે આત્મહત્યા કરી કે આકસ્મિક રીતે ગોળી મારી હતી.

(9:04 pm IST)