Gujarati News

Gujarati News

News of Friday, 15th September 2023

ટીમ ઈન્‍ડિયા હવે વોટ્‍સએપ પર

ક્રિકેટર્સના કરોડો ચાહકોને વર્લ્‍ડ કપ પહેલાં બીસીસીઆઈની અમૂલ્‍ય ભેટ

નવી દિલ્‍હીઃ વન-ડેના વર્લ્‍ડ કપ પહેલાં ટીમ ઈન્‍ડિયાના કરોડો ચાહકોને ભારતીય ક્રિકેટ ટીમ કહો કે ક્રિકેટ બોર્ડ કહો, તેમના તરફથી ભેટ મળી છે. હવે ટીમ ઈન્‍ડિયાનું સત્તાવાર વોટ્‍સએપ અકાઉન્‍ટ હશે. આ જાહેરાત બીસીસીઆઈએ કરી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાતમાં જણાવ્‍યું હતું કે ‘ટીમ ઈન્‍ડિયા હવેથી વોટ્‍સએપ ચેનલ પર રહેશે. લેટેસ્‍ટ અપડેટ્‍સ તેમજ એકસકલુઝિવ ફોટો માટે તેમજ પડદા પાછળની રસપ્રદ જાણકારી માટે આ ચેનલ સાથે કનેકટ રહેજો.'

જોકે આ વોટ્‍સએપ ચેનલ હોવાથી ચાહકો ભારતીય ક્રિકેટર્સ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરી શકે. હા, એટલું છે કે ટીમ ઈન્‍ડિયા હવે એના ચાહકોની વધુ નજીક જરૂર આવી છે. ભારતીય ક્રિકેટ ટીમનો જે ફેન આ વોટ્‍સએપ ચેનલ સાથે જોડાશે તેને મેન ઈન બ્‍લુને લગતા અપડેટ્‍સ સીધા  પોતાના ફોન પર મળી શકશે. તેમણે ટીમને લગતી જાહેરાતો, ખેલાડીઓની ઈજા કે અન્‍ય સત્તાવાર સામાચાર માટે કોઈ વેબસાઈટ પર નહીં જવું પડે.

(12:08 pm IST)