Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સચીન માટે ખાસ છે ૧પ નવેમ્બરઃટેસ્ટની પહેલી અને અંતિમ ઇનીંગ રમેલ

નવી દિલ્હી તા. ૧પઃ ટીમ ઇન્ડીયાના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર માટે ૧પ નવેમ્બરની તારીખ ખુબ જ યાદગાર છે. પોતાના ટેસ્ટ કેરીઅરની શરૂઆત અને અંત આજની તારીખ સાથે જ ોડાયેલ છે. સચીને ૧૬ વર્ષ અને ર૦પ દિવસની ઉંમરે કરાચીમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ૧પ નવેમ્બર ૧૯૮૯ના રોજ ૩ર વર્ષ પહેલા ટેસ્ટમાં પર્દાપણ કરેલ. સચીન ત્યારે મુશ્તાક મોહમ્મદ અને અકીબ જાવેદ બાદ સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનાર ખેલાડી બનેલ. પદાર્પણ બાદ સચીને અનેક કિર્તિમાન સ્થાપેલ અને ર૦૦ ટેસ્ટ રમનાર પહેલો ક્રિકેટર બનેલ. ટેસ્ટમાં સચીને પ૩.૭૮ ની સરેરાશથી ૧પ૯ર૧ રન બનાવેલ. આ સફર દરમિયાન તેણે પ૧ સદી અને ૬૮ અર્ધસદી નોંધાવેલ.

આ એક સંયોગ જ છે કે ર૦૧૩ની સાલમાં સચીને મુંબઇમાં વેસ્ટ ઇન્ડીઝ સામેના ટેસ્ટના બીજા દિવસે ૧પ નવેમ્બરના રોજ પોતાની અંતિમ ટેસ્ટ ઇનિંગ રમવા મેદાનમાં ઉતરેલ. ૭૪ રન બનાવી અંતિમ ઇનિંગ યાદગાર બનાવેલ. ર૪ વર્ષ અને ૧ દિવસ લાંબા કેરીયર બાદ સચીને નિવૃતિ લીધી હતી.

(12:05 pm IST)