Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ટી-૨૦ વર્લ્ડકપની ટ્રોફી ખેલાડીઓએ ઉપાડતા જ શેન વોટસન રડી પડયો

કોમેન્ટરો સાથે વાતચીત કરતાં અવાચક બની ગયો હતો

 દુબઇઃ ઓસ્ટ્રેલીયાએ ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. જીત પછી ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીય ઓલરાઉન્ડર શેન વોટસન બ્રોડકાસ્ટરો સાથે વાત કરવા ઓન એર થયો હતો ટી-૨૦ વિશ્વકપમાં ઓસ્ટ્રેલીયાની જીતની ચર્ચા કરવા માટે શેન વોટસન જેવો વીવીએસ લક્ષ્મણ અને ડેલસ્ટેન સાથે જોડાયો. તે થોડીવાર તો અવાચક થઇ ગયો રડવા લાગ્યો હતો.

બ્રેડકાસ્ટર સાથે વાત કરતા વોટસને ઓસ્ટ્રેલીયા જીતને ભાવનાત્મક ગણાવી ભારતીય ક્રિકેટર લક્ષ્મણે ઓસ્ટ્રેલીયન ટીમના નીડર વલણ માટે તેના વખાણ કરતા એ પણ કહયું કે મને વિશ્વાસ છે કે વોટસનની જેમ આજે દરેક ઓસ્ટ્રેલીયન ભાવુક હશે અને માર્કી ઇવેન્ટમાં ઓસ્ટ્રેલીયાની જીતનો ઉત્સવ મનાવશે.

(2:48 pm IST)