Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વસીમ જાફરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

 નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફર સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ કરીને લોકોનું મનોરંજન કરવા માટે જાણીતો છે. તેણે આવી જ એક મીમ પોસ્ટ કરી છે. જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે મેમમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ભારતના ભૂતપૂર્વ ટી20 કેપ્ટન વિરાટ કોહલીને ટોસ અંગે સલાહ માંગતો જોવા મળે છે. જણાવી દઈએ કે, રવિવારે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને બ્લેક કેપ્સ વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. વિલિયમસન મેમમાં કોહલી સાથે ચર્ચા કરતો જોવા મળે છે. આ સાથે જ ભારતના પૂર્વ T20 કેપ્ટને પણ ન્યૂઝીલેન્ડના કેપ્ટનને ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી છે. મીમમાં, વિલિયમસન કોહલીને યોગ્ય નિર્ણયો લેવા માટે ટિપ્સ પૂછતો જોવા મળે છે.બીજી તસવીરમાં, બંને ખેલાડીઓ હસતા બતાવવામાં આવ્યા છે.

(5:58 pm IST)