Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોન્ફિલકટ ઓફ ઈન્ટરેસ્ટ બદલ બીસીસીઆઈના રાજીવ શુકલાને નોટિસ

નવીદિલ્હીઃ બીસીસીઆઈના નવા ચૂંટાયેલા વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુકલા સામે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય સંદીપ ગુપ્તાએ કોન્ફિલકટ ઓફ ઈન્ટરેસ્ટનો આરોપ મૂકયો હતો. શુકલા વિરૂધ્ધની આ ફરિયાદ બીસીસીઆઈના એથિકસ ઓફિસર ડી.કે. જૈન પાસે પહોંચતાં તેમણે રાજીવ શુકલાને નોટીસ મોકલીને ૧૪ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

સંદીપ ગુપ્તાએ આઠમી જાન્યુઆરીએ દાખલ કરેલી ફરિયાદ મુજબ રાજીવ શુકલા ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડિરેકટર છે અને હવે તેઓ ક્રિકેટ બોર્ડમાં વાઈસ પ્રેસિડેન્ટ બની જતાં હિતના ટકરાવનો આ મામલો બન્યો છે.

(2:47 pm IST)