Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઓસ્ટ્રેલિયા ૩૬૯ રનમાં ઓલઆઉટ : ભારત - ૬૨/૨

બ્રિસ્બેન ટેસ્ટ દિવસ-૨ પૂર્ણ : શાર્દુલ - નટરાજન - સુંદરને ૩-૩ વિકેટો : શુભમન ૭ અને રોહિત ૪૪ રને આઉટ : પૂજારા ૮, રહાણે ૨ રને દાવમાં : ટી બ્રેક બાદ વરસાદનું વિઘન

બ્રિસબેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો બ્રિસબેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૩૬૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે બીજા દિવસની રમતના અંતે બે વિકેટે ૬૨ રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા અને અજીન્કય રહાણે ક્રીઝ પર છે. બીજા દિવસે ટી-બ્રેક બાદ વરસાદને કારણે છેલ્લું સત્ર ધોવાયું હતું. ભારત હજુ ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા ૩૦૭ રન પાછળ છે. આજે બીજા દિવસે રોહિત શર્મા અને શુભમન ગિલ ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી શક્યા ન હતા. પેટ કમિન્સના બોલ પર શુભમન ગિલ ૭ રન બનાવી સ્લિપમાં કેચઆઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા સેટ થયા બાદ નાથન લાયનનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ ૪૪ રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે સવારે ૨૭૪/૫ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ગ્રીન ૨૮ અને પેન ૩૮ રન બનાવી ક્રીઝ પર હતા. આજે બંન્નેએ ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો. બીજા દિવસે ટિમ પેને ટેસ્ટ કરિયરની ૯મી અડધી સદી પૂરી કરી હતી. તેણે ૧૦૨ બોલમાં છ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. પેનને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો.

ત્યારબાદ વોશિંગટન સુંદરે ૪૭ રને બેટિંગ કરી રહેલા કેમરન ગ્રીનને આઉટ કરી કાંગારૂને સાતમો ઝટકો આપ્યો હતો. શાર્દુલે કમિન્સને એલબીડબલ્યુ આઉટ કરી ભારતને આઠમી સફળતા અપાવી હતી. ત્યારબાદ મિશેલ સ્ટાર્ક અને નાથન લાયને ઝડપી રન બનાવી ટીમનો સ્કોર ૩૫૦ને પાર કરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને (૧૦૮) સૌથી વધુ રન ફટકાર્યા હતા.

બીજા દિવસની રમતના અંતે ભારતે ૨૬ ઓવરમાં ૨ વિકેટે ૬૨ રન બનાવ્યા છે. વરસાદના લીધે ટી બ્રેક બાદની રમત બંધ રહી હતી.

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ ઈનિંગ્સ :

રોહિત શર્મા

કો.સ્ટાર્ક બો.લિયોન

૪૪

ગિલ

કો.સ્મીથ બો.કમિન્સ

પૂજારા

બો. હેઝલવુડ

૭૭

પૂજારા

નોટઆઉટ

રહાણે

નોટઆઉટ

વધારાના

 

કુલ       (૨૬ ઓવરમાં વિકેટે૬૨

પતન  : -૧૧, -૬૦.

બોલિંગ : સ્ટાર્ક : ---, હેઝલવુડ : --૧૧-, કમિન્સ : --૨૨-, ગ્રીન : --૧૧-, લિયોન : --૧૦-.

(7:32 pm IST)