Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વન-ડે ક્રિકેટર અોફ ધ ડેકેટનું નામ અપાયુઃ છેલ્લા એક દાયકામાં ૪૨ સદી ફટકારી

લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે એક ઝટકો આઈસીસીની વનડે રેન્કિંગમાં લાગ્યો હતો, જ્યારે તે 1258 દિવસના અંતર બાદ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા સ્થાને ખસી ગયો હતો. પરંતુ એક દિવસ બાદ વિરાટ કોહલીએ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે.

હકીકતમાં વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેટનું નામ આપવામાં આવ્યું છે. કોહલીએ આ સમયગાળામાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 60થી વધુની રહી છે. વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછલા દાયકામાં 42 સદી ફટકારી છે. આ દાયકાની શરૂઆત 2011માં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ જીતની સાથે થઈ હતી અને તેના બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. જ્યાં તે ફાઈનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. દાયકામાં પાંચ આઈસીસી 50 ઓવરની ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી અને ભારત ક્યારેય સેમિફાઇનલ પહેલા બહાર થયું નથી.

આ સિવાય ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 2020માં વિઝડન લી઼ડિંગ ક્રિકેટરનું નામ આપવામાં આવ્યુ છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડર, પાકિસ્તાની વિકેટકીપર મોહમ્મદ રિઝવાન, ઈંગ્લેન્ડની ડોમ સિબલી અને જેક ક્રોલી તથા કેન્ટના ડેરેન સ્ટીવંસને ક્રિકેટર ઓફ ધ યરના રૂપમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ બેથ મૂનેને અગ્રણી મહિલા ક્રિકેટરના રૂપમાં સન્માનિત કરવામાં આવી છે.

આ પહેલા વિરાટ કોહલીને દાયકાનો સર્વશ્રેષ્ઠ આઈસીસી પુરૂષ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો. સાથે તેને દાયકાનો સર્વશ્રેષ્ઠ પુરૂષ વનડે ક્રિકેટર પણ આપવામાં આવ્યો હતો. કોહલીએ પુરસ્કાર જીત્યા બાદ કહ્યુ હતુ કે, મારો એકમાત્ર ઉદેશ્ય ટીમની જીતમાં યોગદાન આપવાનો હતો.

(4:45 pm IST)