Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

Bcci દ્વારા મહિલા ટી૨૦ ચેલેન્જ માટે સ્પોન્સરોની ઘોષણા દ્વારા મહિલા ટી૨૦ ચેલેન્જ માટે સ્પોન્સરોની ઘોષણા

નવી દિલ્હી : Bcci એ મહિલા ટી૨૦ ચેલેન્જ માટે ટાઇટલ સ્પોન્સરશિપની જાહેરાત કરી છે. હરાજીમાં ભાગ લીધા પછી કાલ્પનિક સ્પોટ્શ પ્લેટફોર્મ my11circle ને મહિલા ટી૨૦ ચેેલેન્જ માટે ટાઇટલ સ્પોન્સરશિપ અધિકારો મળ્યા છે.આ વર્ષ મહિલા ટી-૨૦ ચેલેન્જ માં ચાર મેચ રમાશે જે પૂણેના એમસીએ સ્ટેડિયમમાં ૨૩ મે થી ૨૮ મે સુધી રમાશે. અત્યાર સુધી માત્ર ત્રણ વખત  મહિલા ટી૨૦  ચેલેન્જનુ ં આયોજન કરવામાં આવ્યુ છે.તેના આગામી વર્ષ એટલે કે ૨૦૨૨માં મહિલા આઇપીએલ નું આયોજન કરવામાં આવશે તેમાં ૬ ટીમો ભાગ લેશે.

મહિલા ટી૨૦ ચેલેન્જ ૨૦૨૨ માં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય ખેલાડી ઓ ટકરાશે. જેમાં સ્મૃતિ મંધાના,હરમન પ્રિત કેોર, શેફાલી વર્મા, લેોરા વોલ્વાર્ટ, સોફી એકલેસ્ટોન અને ડીઆન્ડ્રા ડોટિન જેવી નામાંકિત ખેલાડીઓ છે.

(4:11 pm IST)