Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મારી અને આશીષ નેહરાની માનસિકતા એક સમાનઃ હાર્દિક

અમે બહુ બોલ્યા વગર એકબીજાની વાત સમજી જઇએ છીએ

નવી દિલ્હી : આઇપીએલમાં ટોચના સ્થાને રહેલ ગુજરાત ટાઇટન્સ ટીમના ટોચ આશીષ નેહરા ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

દરમ્યાન કોચ આશિષ નેહરા સાથે ની તેની જુગલબંધી અંગે હાર્દિકે કહ્યુ'આશુ પા(આશિષ નેહરા)અને મારી માનસિકતા સમાન છે. અમે બહુ બોલ્યા વગર એકબીજાની વાત સમજીએ છીએ. ટીમની પસંદગી કરતી વખતે આપણે જોઇએ છીએ કે કોઇ ખેલાડીને આરામની જરૂર છે કે કેમ. જો તે ન થાય તો અમે ગતિ ચાલુ રાખવા માટે ટીમમાં ફેરફાર કરતા નથી. તેથી જ આ સિઝનમાં ગુજરાતનું પ્રદર્શન ઘણુ સારુ રહ્યુ છે. કારણ કે આ ટીમે પ્લેઇંગ ઇલેવનમાં વધુ ફેરફાર કર્યા નથી.

(4:13 pm IST)